મોરબીના ધોડાધ્રોઈ ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા દશ ગામ એલર્ટ કરાયા
મોરબી: મોરબી તાલુકાના ઝીકિયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઈ ડેમમાં સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું ૯૦% પાણી ભરાઈ જતા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થતા નીચાણમાં આવતા મોરબી – માળિયા તાલુકાના કુલ દશ ગામોને એલર્ટ કરાયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઝીકિયારી ગામ પાસે આવેલ ધોડાધ્રોઈ ડેમમાં સિંચાઇ યોજનામાં રૂલ લેવલ મુજબનું ૯૦% પાણી ભરાઈ જતા વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરીયાત ઉભી થયેલ હોય જેથી સિંચાઇ યોજનાના નીચાણવાસમા આવતા મોરબી તાલુકાના ઝીકિયારી,ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ), રાપર તથા માળિયા તાલુકાના માણબા, સુલતાનપુર, ચીખલી સહિત દશ ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.