મોરબી-વાંકાનેર ને.હા. ઉપર રોડ ક્રોસ કરતા ટ્રકની ટક્કરે વૃદ્ધનું મોત
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર જામ્બુડીયા ઓવરબ્રિજ ઉતરતા રોડ ક્રોસ કરતા વૃદ્ધને ટ્રકે હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા અને હાલ મોરબીના જામ્બુડીયા ગામની બાજુમાં આવેલ કલીકટ નળીયાના કારખાનામાં રહેતા દિનેશભાઇ પ્રભુભાઈ સાંથલીયા (ઉ.વ.૪૫) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર – જીજે -૧૨-એયૂ-૯૩૨૯ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૫-૨૦૨૪ ના રોજ સવારના આશરે સાતેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક વાહન નંબરઃ- GJ-12-AU-9329 વાળુ ફુલ સ્પીડમા, ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી ફરીયાદીના પિતા પ્રભુભાઇ ચતુરભાઇ સાંથલીયા ઉ.વ. ૭૨ વાળા ચાલીને રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન હટફેટે લઇ રોડમા પાડી દેતા ટ્રકના ટાયરનો જોટો માથે ફરી જતા માથાનો ભાગ છુંદાઇ-ચગદાઇ જતા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રભુભાઈનુ મોત નિપજ્યું હતું આરોપી પોતાના હવાલાવાળો ટ્રક રોડ ઉપર રેઢો મુકી નાશી ગયો હતો જેથી ભોગ બનનાર મૃતકના પુત્ર દિનેશભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૮૪,૧૭૭,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
