મોરબીના સાપર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના સાપર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના સાપર ગામે રહેતા પેથાભાઈ સિધ્ધરાજભાઈ હમીરપરા (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૩/૧૨/૨૦૨૩ ના રોજ રાત્રીના સાડા બારેક વાગ્યાથી છ વાગ્યા દરમ્યાન ફરીયાદીના ઘરની શેરીમાં સ્કુલ પાસેથી જાહેર જગ્યામાંથી ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AE-1659 જેની કિંમત રૂ.૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર પેથાભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.