મોરબીમાં મેન્ટનન્સ કામગીરીને પગલે કેટલાક વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: મોરબી પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં મેન્ટનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.
મળતી માહિતી મુજબ તારીખ ૦૯-૦૫-૨૦૨૪નાં ગુરુવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલે પરશુરામ ફીડર તેમજ તેના વિસ્તારમાં ફીડર સમારકામ માટે સવારે ૦૭:૦૦ વાગ્યાથી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોને જાણ કરવામાં આવી છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
પરશુરામ ફિડર:- શ્રીમદ સોસાયટી, રાજ સોસાયટી, રુદ્ર એપાર્ટમેંટ, ગ્રીનલેન્ડ પાર્ક, ગેલેક્ષી સોસાયટી, પરશુરામ પોટરી સ્કૂલ વાળો વિસ્તાર, જીલ્લા સેવા સદન, તથા આસપાસ ના વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે.