મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ અન્નપૂર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર લક્ષ્મિનગર ગામથી બેલા જતા રસ્તા ઉપર અન્નપુર્ણા હોટેલ સામે દિનેશભાઇના ખેતરમાથી શ્રીનાથ સુરેશભાઇ ખોટ ઉવ.૨૬ રહે. ૧૧૮, અમલઝરી, ચિકોડી બેલગાઉ, નેપાહી, કર્ણાટક વાળાની ડિકમ્પોઝ થયેલ ડેડ બોડી મળી આવેલ હોય જેનુ પી.એમ.રાજકોટ ખાતે કરાવવા રિફર કરેલ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.