મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં મોરબી જિલ્લાનાં નાગરિકો તેમનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને ધબકતું રાખવા પોતાનો પવિત્ર મત આપી રહ્યાં છે. વહેલી સવારથી દેશભરમાં મતદારો મતદાન કરી રહ્યા છે ત્યારે આજે લોકસભાની ચૂંટણીમાં મોરબી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ પોતાની ફરજના રૂપે મતદાન કર્યું. અન મોરબી વાસીઓને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

