મોરબીના લાતી પ્લોટમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૨ માથી ચોરાવ મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ હહ્યુમન સોર્સીસથી બાતમીદારો આધારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક આરોપી લાતીપ્લોટ શેરી નં-૦ર મા હોવાની બાતમીના આધારે ત્યા જતા આરોપી મોટર સાયકલ સાથે મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ઇ.પી.કો કલમ.૩૭૯ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપી અબ્બાસભાઈ અલ્લારખાભાઈ દલવાણી રહે. લાલપર લીંબાળાની ધાર તા. વાંકાનેરવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.