Thursday, March 13, 2025

મોરબીના બેલા (રં) ગામે આગમી 26 મેં એ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે તા. ૨૬-૦૫-૨૦૨૪ ને રવીવારના રોજ ચારોલા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં મોરબી આજુબાજુના ગામોમાં વસતા ચારોલા પરિવારના બધા પરિવાર જનોને આ સ્નેહમિલન કાર્યક્રમ પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આજના જમાનામાં પરિવાર ભાવના જાળવવા માટે સ્નેહમિલન જેવાં કાર્યક્રમો ખુબ જરૂરી છે સ્નેહમિલન કાર્યક્રમ એટલે જાહેર જીવનમાં જીવંત લોકસંપર્કનું એક ઉમદા માધ્યમ છે તેમજ પરિવારના દરેક સભ્ય સુધી પહોંચવાનો એક નમ્ર પ્રયત્ન છે. પરસ્પર સ્નેહની આપ-લેને જીવંત રાખીને સંબંધોની આત્મીયતાને એક નવું જ જોમ પૂરું પાડવાનો અવસર છે. તો પરિવારના વિવિધ ઘટકોને સમરસતાના તાંતણે એક-સૂત્ર કરવા માટેનો અમૂલ્ય પર્વ છે. ખેડુત થી લઈને ઉદ્યોગકાર, નોકરીયાતથી લઈને વ્યવસાયિક તેમજ નાના ભુલકાંઓથી લઈને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી સહુ એક-મેક સાથે મળીને સ્નેહપર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી તારીખ 26 મેના દિવસે મોરબી તાલુકાના બેલા (રંગપર) ખાતે ચારોલા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચારોલા પરિવાર દ્વારા સાંજે 4 કલાકે બહુચરાજી માતાજી તથા સુરાપુરા પરબતદાદાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. અને ત્યારબાદ સાંજે 6-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 8-30 કલાકે પટેલ સમાજવાડી ખાતે રાસ ગરબાનો કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર