મોરબી: મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં તા.૧૭-૦૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ સુધી દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે.
મોરબીના દરબારગઢ સ્વામીનારાયણ મંદિરના ૧૫૦ વર્ષના સાર્ધ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાંમાં આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫- ૨૦૨૪ના રોજ દિવ્ય સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે જેના અનુસંધાને આજે ભવ્ય વિજયસ્તંભ સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ મોરબીના દરેક ભક્તિપ્રેમી લોકોને આ મહોત્સવમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે. આ મહોત્સવનુ આયોજન એસ.પી.રોડ ઉપર કરવામાં આવેલ છે.
માલધારી શખ્સે ઝાટકાના તાર લાકડીથી તોડી કર્યું નુકસાન
હળવદમાં બટુક કુવાના માર્ગ ઉપર આવેલ વાડીમાં વાવેલ જીરુંના મોલને ભૂંડ અને અન્ય પશુઓથી રક્ષણ માટે વાડીની ફરતે સોલાર ઝાટકા લગાવેલ હોય ત્યારે પોતાના બકરા લઈને ચરાવવા આવેલ શખ્સે વાડીના માલીક પ્રૌઢ ખેડૂતને આ ઝાટકા બંધ કરવાનું કહેતા ખેડૂતે ઝાટકા બંધ કરવાની...
મોરબી શહેરના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મદીના પેલેસ સામે આવેલ ખંઢેર મકાનની બાજુમાંથી બિયરના ૯૬ ટીન સાથે એક ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળી કે મદીના...