Friday, March 14, 2025

મોરબીમા યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે ફટકાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમા બૈરાં લાજ કાઢવાનું કહવા બાબતે યુવક તથા સાથીને ત્રણ શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી રોડ ભવાનીનગરમા રહેતા સાગરભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી મયુરભાઈ ધનજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) તથા શામજીભાઇ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૩૪) તથા ધનજીભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૬૨) રહે. બધાં મોરબી વીસીપરા, અમરેલી રોડ ભવાનીનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા સાથી ઘરે હોય ત્યારે આરોપી મયુરભાઈ, શામજીભાઇ, તથા ધનજીભાઈ ઘરે આવી ફરીયાદી તથા સાથીને કહેલ કે, તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનુ કહો છો તેમ કહી ફરીયાદી તથા સાથીને ગાળો દઈ બોલાચાલી કરી આરોપી શામજીભાઇ તથા ધનજીભાઈએ ફરીયાદી તથા સાથીને ઢીકાપાટુનો માર મારી આરોપી મયુરભાઈએ લાકડાના ધોકા વડે ફરીયાદીને માથામા તથા ડાબા હાથે તથા સાથીને માથામા ઈજા પહોંચાડી હતી. જેથી ભોગ બનનાર સાગરભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૩૨૪, ૫૦૪,૧૧૪, જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર