મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા બીમારીથી વૃદ્ધનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વૈભવનગરમા રહેતા રાજેશભાઈ મગનલાલ ધાંગધરીયા ઉ.વ.૭૦વાળા પોતાને ઘરે બીમાર હોઈ અને તાવ આવતો હોવાથી સારવાર અર્થે પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી મોરબી સીવીલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

