હળવદ સરા ચોકડી ખાતેથી સ્વીફ્ટ કાર ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ સરા ચોકડી ખાતેથી જાહેરમાં કોઈ અજાણ્યો ચોર ઈસમ સ્વીફ્ટ કાર ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં ગુરૂકુલ પ્લોટ નં -૧૬૭ સેકન્ડ ફ્લોર ફ્લેટ નં -૩ વોર્ડ ૧૦-એ માં રહેતા હર્મેશભાઈ ભરતભાઈ વ્યાસ (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી પોતાના હવાલાવાળી સ્વીફટ ગાડી રજીસ્ટર નં- જીજે- ૧૨- એફડી- ૧૯૧૮ વાળી લઈને ગાંધીધામથી અમદાવાદ જતા હતા ત્યારે એક અજાણ્યા માણસે પોતે બીમાર હોય અને ધ્રાંગધ્રા સુધી લઈ જવાનું જણાવતા તેને ગાંધીધામથી પોતાની ગાડીમાં બેસાડીને અમદાવાદ તરફ આવતા હતા ત્યારે હળવદ સરા ચોકડી પાસે આવેલ ભાગ્યલક્ષ્મી દુકાને ફરીયાદી પાણી લેવા નીચે ઉતરતા આ અજાણ્યો માણસ ફરીયાદીની સ્વીફટ ગાડી રજી નં. જી જે.૧૨.એફ ડી.૧૯૧૮ કિં.રૂ.૪,૦૦,૦૦૦/-વાળી ગાડી લઈ નાસી જઈ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હર્મેશભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.