મોરબીના આંદરણા ગામથી ચરાડવા જતા રોડ પર કાર બાઈક સાથે ભટકાડી યુવકને ચાર શખ્સોએ માર માર્યો
મોરબી: મોરબીના આંદરણા ગામથી ચરાડવા જતા રોડ પર સ્વીફ્ટ કાર યુવકના દિકરાના મોટરસાયકલ સાથે ભટકાડતા યુવક સ્વીફ્ટ કારના આરોપીને સમજાવવા જતા ચાર શખ્સોએ યુવકને ધોકા વડે માર માર્યો હતો. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ડુંગરપર ગામે રહેતા પ્રહલાદભાઇ કરશનભાઇ સુરાણી (ઉ.વ.૪૨) એ આરોપી સ્વીફ્ટ કારનો ચાલક વિનુ ભરવાડ રહે. આંદરણા તા.જી. મોરબી તથા બીજા ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીના દિકરાના મોટરસાયકલ સાથે સ્વીફટ કાર ભટકાડેલ હોય જેથી ફરીયાદી સમજાવવા જતા સ્વીફટ ગાડીના ચાલક વિનુ ભરવાડે ફરીયાદી તથા સાથીને ધોકા વળે માર મારી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓએ ફરીયાદીની બંન્ને ગાડીના કાચ તોડી નુકશાન કર્યું હતું જેથી ભોગ બનનાર પ્રહલાદભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪, ૫૦૬(૨),૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.