મોરબીમાં રીક્ષામાં પેસેન્જર બેસાડી રોકડની ચોરી કરનાર એક ઝડપાયો
રોકડ રૂ ૩૦ હજાર અને રીક્ષા સહીત ૧.૦૫ લાખની મત્તા જપ્ત:મહિલા સહીત અન્ય બે આરોપીના નામો ખુલ્યા
મોરબીમાં વૃદ્ધ મુસાફરને રીક્ષામાં બેસાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરનાર ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે એક ઈસમને ઝડપી લઈને રોકડ રૂ ૩૦ હજાર અને રીક્ષા સહીત ૧.૦૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો મહિલા સહીત અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ગત તા.૨૬ એપ્રિલના રોજ વૃદ્ધ ઓટો રીક્ષામાં જતા હોય ત્યારે રીક્ષામાં બેઠેલ સ્ત્રી અને પુરુષોએ વીસી ફાટક પાસે ઉતારી દીધા હતા અને રીક્ષામાં બેઠા હોય દરમિયાન રોકડ રૂ ૪૫ હજારની ચોરી કરી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હોય જેમાં સીસીટીવી ફૂટેજ તપાસી રીક્ષા અંગેની માહિતી મેળવી હતી જે ગુનામાં વપરાયેલ રીક્ષા મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની બાતમી મળતા રીક્ષા ચાલકને એલસીબી કચેરી લાવી સઘન પૂછપરછ કરતા પોતે તેમજ તેનો મિત્ર રવિ મકવાણા અને માતા ગીતાબેન રહે બંને રાજકોટ ઘંટેશ્વર વાળા એમ ત્રણેય મળીને ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી હતી
જેથી એલસીબી ટીમે આરોપી નટવર ઉર્ફે નાતુ દિનેશભાઈ કુંવરીયા (ઉ.વ.૨૮) રહે રાજકોટ ગોંડલ ચોકડી તથા રાજકોટ ઘંટેશ્વર ગામ પચીસ વારીયા ક્વાર્ટર વાળાને ઝડપી લીધો હતો તો અન્ય આરોપી રવિ અરવિંદ મકવાણા અને ગીતાબેન અરવિંદભાઈ મકવાણા રહે બંને રાજકોટ ઘંટેશ્વર વાળાના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલા આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂ ૩૦ હજર અને સીએનજી રીક્ષા જીજે ૨૩ ઝેડ ૨૨૮૮ કીમત રૂ ૭૫ હજાર સહીત કુલ રૂ ૧.૦૫ લાખનો મુદામાલ કબજે લીધો છે