ગ્રાહકોએ ઘણી વાર ચેક ક્લિયરન્સ, લોન સંબંધિત તમામ પ્રકારની સેવાઓ અને અન્ય વિવિધ નાણાકીય કાર્યો માટે બેંકની શાખાની મુલાકાત લેવી પડે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે જે દિવસે તમારે તમારા બેંકિંગ કાર્ય સાથે વ્યવહાર કરવો પડે તે દિવસે બેંકોમાં રજા હોય છે કે નહિ. આવતા સપ્તાહમાં, બેંકોની હડતાલને લીધે, તમને તમારું બેંકિંગ કાર્ય સમયસર પૂરું કરવામાં મુશ્કેલી આવી શકે છે. જો તમારૃ એકાઉન્ટ જાહેર ક્ષેત્રની બેંકો અને ગ્રામીણ બેંકોમાં છે, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. આગામી છ દિવસમાંથી આ બેંકો પાંચ દિવસ માટે બંધ રહેશે. ચાલો આપણે જાણીએ કે કયા દિવસો પર બેંકો બંધ રહેશે.
11 માર્ચ, 2021: આ દિવસે મહા શિવરાત્રી છે. આ દિવસે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગણા, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, છત્તીસગ, ઝારખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશ આ રાજ્યોની બેંકમો રજા રહેશે.
13 માર્ચ, 2021: આ દિવસે બીજો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે.
14 માર્ચ, 2021: આ દિવસે રવિવાર હોવાને કારણે, બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
15 અને 16 માર્ચ, 2021: જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે બેંક યુનિયનોની હડતાલને કારણે આ બે દિવસ પણ બેંકો બંધ રહેશે.
આ રીતે, 11 માર્ચથી 16 માર્ચની વચ્ચે છ દિવસમાંથી પાંચ દિવસ, બેંકો બંધ રહેશે. તેમાંથી, 13 થી 16 માર્ચ સુધી બેંકો સતત ચાર દિવસ બંધ રહેશે. આગામી છ દિવસમાં, બેંકો શુક્રવારે જ કાર્યરત થશે. જો કે, શુક્રવારે તમારે બેંકની શાખાઓમાં તમારા નાણાકીય કાર્યની પતાવટ માટે વધુ સમય રાહ જોવી પડી શકે છે. બેંક 5 દિવસથી બંધ હોવાને કારણે 11 થી 16 માર્ચની વચ્ચે બેંકોના કર્મચારીઓ લાંબી રજા પર જઈ શકે છે. આવી સ્થિતિમાં, શુક્રવારે બેંકોમાં કર્મચારીઓની સંખ્યા ઓછી રહેવાની શક્યતા રહશે, આથી તમારે તમારા કામની પતાવટ માટે રાહ જોવી પડશે.
આ છે હડતાળનું કારણ
નાણામંત્રી નિર્મલા સીતારામણે આગામી નાણાકીય વર્ષ માટે રજૂ કરાયેલા બજેટમાં જાહેર ક્ષેત્રની બે બેંકો અને એક જાહેર વીમા કંપનીની ખાનગીકરણની જાહેરાત કરી છે. આ ખાનગીકરણ નાણાકીય વર્ષ 2021-22માં જ થશે. બેંકના યુનિયનો આ ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. આ જ કારણ છે કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંઘે 15 અને 16 માર્ચે હડતાલ પર ઉતરવાની નોટિસ આપી છે. તેનું આહવાન યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં કર્મચારીઓ અને અધિકારીઓની સંસ્થાઓ શામેલ છે. ગ્રામીણ બેંકો પણ પીએસયુ બેંકોના હડતાલના આહ્વાનને સમર્થન આપી રહી છે.