મોરબીના ભરતનગર ગામેથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામેથી સગીરાનું પાંચ માસથી અપહરણ કરી ભગાડી જનાર આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી મોરબી AHTUની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ- ૩૬૩, ૩૬૬, પોકસો એકટ કલમ ૧૮ વિ. મુજબના ગુન્હાના કામનો આરોપી રૂપસીંગ મહેન્દ્રભાઇ ડોડવા રહે. વિલજરી તા.જી.અલીરાજપુર (એમ.પી.) વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને ભરતનગર ગામની સીમમાંથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી રૂપસીંગ મહેન્દ્રભાઇ ડોડવા વાળો મધ્યપ્રદેશ રાજ્યના બખતગઢ પો.સ્ટે. વિસ્તારના ચીખોડા ગામે હોવાની ચોકક્સ બાતમી મળતા AHTU ટીમ સાથે મધ્યપ્રદેશ રાજયમાં બાતમી વાળી જગ્યાએ જઇને મધ્યપ્રદેશ રાજ્યના બખતગઢ પો.સ્ટે.વિસ્તારના ચીખોડા ખાતેથી આરોપી ને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.