વાંકાનેરના અદેપર ગામે નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના અદેપર પંચાસીયા ગામની સીમમાં નદીના પાણીમાં ડૂબી જતાં સગીરાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા ટીનાબેન રામુભાઇ બીલવા (ઉ.વ.૧૭) ગત. તા.૨૬/૦૪/ ૨૦૨૪ ના રોજ સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં અદેપર પંચાસીયા રોડ પુલની બાજુમાં રાતોઓ નદીમાં પોતે કપડા ધોવા ગયેલ તે દરમ્યાન પોતાનો પગ અકસ્માતે લપસી જતા નદીના પાણીમાં ડુબી જતા ટીનાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.