મોરબી: આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં ફસાયેલ ડ્રાઈવરને ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જેહમત બાદ જીવીત બાર કાઢવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર રફાળેશ્વર પાસે દરિયાલાલ હોટલની સામે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક આર .જે.-૧૯-જી.એફ-૧૯૨૧મા એક ડ્રાઈવર ફસાઈ ગયો હતો. ત્યાં હાજર રહેલ લોકો અને વાંકાનેર ટોલ પ્લાઝા સ્ટાફ દ્વારા ક્રેન બોલાવી બહાર કાઢવાની કોશિશ કરેલ બે કલાક સુધીના નીકળતા આખરે ફાયર કંટ્રોલરૂમમાં જાણ કરતા ફાયર જવાનો ઘટના સ્થળે દોડી જઈ ફાયર ટીમની ભારી જહેમત ટ્રક ડ્રાઈવરને જીવીત બહાર કાઢી ૧૦૮ની ટીમને હેન્ડઓવર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમની સારી કામગીરીની કારણે મોટી દુર્ઘટના ટળી હતી તેમજ કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
સ્થળ પર જ સિઝેરિયન કરીને ગાયને પ્રસૂતિની પીડામાંથી મુક્ત કરી
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના મકતાનપર ગામના રહેવાસી દશરથભાઇ કુવરાભાઇ પચિયાના ઘરે ગાયને વિયાણમાં તકલીફ પડી હતી. તેથી તેઓએ ૧૯૬૨ની પશુ દવાખાનાની ટીમને જાણ કરી હતી. આ કોલ મળતા તાત્કાલિક ધોરણે ટીમ મેમ્બર ડૉ.રિયાઝુદ્દીન સેરસિયા, ડૉ.આદિલ બાદી, પાઇલોટ કમ ડ્રેસર ધનજીભાઇ...
ટંકારા તાલુકાના હરીપર ગામના યુવકને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારમારી રૂપીયા-૫,૦૦ ,૦૦૦/- બળજબરીથી કઢાવી લેનાર ગેંગના ચાર આરોપીઓને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
ટંકારાના હરીપર ગામના ફરીયાદીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તે સ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને...