મોરબીના સુભાષનગરમાથી યુવક લાપત્તા
મોરબી: મોરબીના ભડીયાદ કાંટા પાસે સુભાષનગરમાથી યુવક પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈ ક્યાંક ચાલ્યો ગયેલ હોવાથી આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ કાંટા પાસે સુભાષનગરમા રહેતા દિલીપભાઈ ઉર્ફે અનીલભાઈ રાઠોડ ઉ.વ.૩૧વાળાને તેની પત્ની દિવ્યાબેન સાથે મનદુખ ચાલતુ હોય તેની પત્ની રીસામણે હોય અને તેને કોર્ટમાં ભરણપોષણ દાખલ કરેલ જેની આશરે એકાદ લાખ રૂપિયા જેટલી રકમ ચડત થઇ ગયેલ હોય અને દિલીપભાઈના પિતાજીને પેરાલીસીસનો હુમલો આવી ગયેલ હોય અને દવાખાનાનો ખર્ચ ચાલુ હોય અને તેના ઘરની આર્થીક પરીસ્થીતી સારી ન હોય જેથી આ બધા રૂપિયાનુ સેટીંગ પણ થતુ હોય દિલીપભાઈ ગુમસુમ રહેતા હોય જે ગઇ તા.૦૩/૦૨/૨૦૨૪ ના કલાક ૧૫/૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર કયાંક ચાલી ગયેલ આજ સુધી ઘરે પરત ન ફરતા જીતેન્દ્રભાઈ અરજણભાઇ રાઠોડે આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ રજીસ્ટર નોંધ કરાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થયેલ વ્યક્તિ શરીરે પાતળા બાંધાનો રંગે ગૌર વર્ણનો છે. મોઢું લંબગોળ જેની ઉચાઇ આશરે ૫’૫” જેટલી છે. આંખો કાળી છે.