આવતીકાલ સોમવારે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: આવતીકાલે તારીખ ૨૯-૦૪-૨૦૨૪ ને સોમવારનાં રોજ મેન્ટનન્સની કામગીરીને પગલેએમ હોસ્પિટલ ફીડરના વિસ્તારોમાં ફીડર સમારકામ સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએ દ્વારા ગ્રાહકોની જાણ કરવામાં આવી છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.
એમ. હોસ્પિટલ ફિડર:- નટવર પાર્ક, અમૃતપાર્ક, શ્રીજી એપાર્ટમેંટ, ફ્લોરા, વૃંદાવનપાર્ક, આરડીસી બેન્ક પાસેના બધાફ્લેટ્સ, લાલબાગ, લક્ષ્મી નારાયણ સોસા, સર્કિટ હાઉસ, મહારાણા સોસા, સિધાર્થસોસા, ગુરુકૃપા હોટલ, તથા આસપાસના વિસ્તારો.