Sunday, January 19, 2025

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞને વધાવ્યો: મોરબીવાસીઓએ જુના પુસ્તકોના સ્ટોલ છલકાવી દીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શૈક્ષિક મહાસંઘની મુહિમને મોરબીવાસીઓએ વખાણી

મોરબીમાં બપોર સુધી 357 જેટલા જુના પુસ્તકોના સેટ આવતા બે સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો

મોરબી: રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજ અને છાત્ર કે હિતમેં કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકોના પ્રશ્નોની સાથે સાથે રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, માતૃશક્તિ વંદના, કર્તવ્યબોધ દિવસ ઉજવણી, ગુરુ વંદના, વર્ષ પ્રતિપદાની ઉજવણી જેવા કાર્યક્રમો કરે છે.

એવીજ રીતે શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો જેમાં રવિવારના રોજ સ્વાંમીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ માર્કેટ રવાપર ચોકડી, અને મહારાણા પ્રતાપ સર્કલ,સામાં કાંઠે, મોરબી-2 ખાતે શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ સ્ટોલ બનાવી સવારના 8.00 વાગ્યાથી બપોરનાના 12.00 વાગ્યા સુધી ત્રણેય સ્ટોલ પર ઉભા રહી, ધો-3 થી 12 ના જુના પુસ્તકો એકત્ર કર્યા હતા. આ એકત્ર કરેલા જુના પુસ્તકો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી શાળાઓમાં અર્પણ કરવામા માટે મોરબીની જનતાને આહવાન કરતા જણાવ્યું હતું કે આપના બાળકના જુના પુસ્તકો બિલકુલ નજીવી કિંમતે પસ્તીમાં ન આપતા ઉપરોક્ત સ્ટોલમાં જમા કરાવી સન્માન પત્ર મેળવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સેવાયજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. જેના પગલે બપોર સુધીમાં ત્રણ સ્ટોલ પર 357 જેટલા જુદા જુદા ધોરણના સેટ દાન રૂપે પ્રાપ્ત થયેલ હતા એ પૈકી 128 જેટલા સેટ સ્થળ પરથી જ જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓ જેવા કે સાફ સફાઈ કરતા સેવાકર્મીના સંતાનો, આર્થિક જરૂરિયાત વાળા બાળકોને અર્પણ કરેલ હતા.

 મોરબીની દાન પ્રિય જનતા તરફથી આ મુહિમને બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થતા સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ પાસેનો અને રાણા પ્રતાપ સર્કલ-મોરબી-2 ના બંને સ્ટોલ મોડી સાંજ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે, આ કાર્યમાં પુસ્તક દાનપેટે આપનાર દાતાઓ અને સેવાયજ્ઞમાં સેવા આપનાર કર્મયોગીનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આભાર પ્રકટ કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર