વાંકાનેરના રાતીદેવળી ગામે બેભાન થઈ જતા રાજકોટના યુવકનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ યોગેશવન અશોકવન ગૌસ્વામી (ઉ.વ.૪૦) રહે. રાજકોટવાળા વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે સુરાપુરા દાદાન મંદિર પાસે કોઈ કારણોસર બેભાન થઈ જતા યોગેશવન નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.