Saturday, January 18, 2025

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર રોડ ઉપર બે અલગ અલગ જગ્યાએ આઈપીએલની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ સ્પાઈકરના શો -રૂમની સામે સંતોષ વડાપાઉં વાળી શેરી હવેલી પાનની બાજુમાં જાહેરમાં ઓનલાઇન ક્રિકબુર્ઝ એપ્લિકેશનમા MI-DC વચ્ચેની આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા આરોપી જૈમીનભાઈ પ્રશાંતભાઈ આડેસરા (ઉ.વ.૨૨) રહે. રવાપર રોડ પ્રાણનગર સોમનાથ સોસાયટી મોરબીવાળને રોકડા રૂપિયા ૪૫૦૦ તથા આઇફોન -૧૫ પ્રો મેક્સ કિં રૂ. ૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ નવીનભાઇ માખીજા રહે. મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસની બીજી રેઇડ દરમિયાન મોરબીના રવાપર રોડ ક્રિમ પેલેસ હોટલ પાસે રોડ ઉપર ઓનલાઇન MI-DC વચ્ચેની આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા આરોપી રાહુલભાઈ સુરેશભાઈ ચૌહાણ (ઉ.વ.૩૦) તથા ઉપેન્દ્રસિંહ મહાવિરસિંહ રાણા (ઉ.વ.૪૦) રહે. બંને પખાલીશેરી ગઢનીરાંગ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૨૦૦ તથા ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૬૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર