મોરબીમાં વ્યાજે લિધેલ રૂપિયા પરત ન આપી શકતા યુવકને બે વ્યાજખોરોએ માર માર્યો
મોરબી: મોરબીમાં યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લિધેલ હોય જે પરત ન આપી શકેલ જે બાબતનો ખાર રાખી મોરબીના નવા બસ સ્ટેન્ડ ગેટ પાસે ગયેલ અને યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની કામગીરી ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી કામધેનુ બાયપાસ રોડ ઇંદ્રપ્રસ્થ સોસાયટી શેરી નં -૦૩ માં રહેતા દશરથભાઈ સુરેશભાઈ ડાભી (ઉ.વ.૨૧) એ આરોપી દિવ્યેશ રબારી તથા વિશાલ રબારી રહે. બંને શનાળા તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના ભાઇ જયેન્દ્રએ આરોપી દિવ્યેશ પાસેથી બે મહીના પહેલા રૂ.૪૦,૦૦૦/- ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં ફરીયાદીના ભાઇ જયેન્દ્રભાઇએ આરોપી દિવ્યેશને રૂ.૩૦,૦૦૦/- પરત આપી દીધેલ હોવા છતા તેની પાસે હજુ રૂ.૮૦,૦૦૦/- ની પઠાણી ઉઘરાણી કરતા હોય જે બાબતેની જાણ ફરીયાદીને થતા આરોપી દિવ્યેશને ફોન કરી પોતાની લેણી નિકળતી રકમ એક મહીના પછી આપી દેશે તેમ કહેલ પરંતુ ફરીયાદી પાસે રૂપીયા ન હોવાથી આરોપી દિવ્યેશને રૂપીયા આપી શકેલ નહી જે બાબતેનો ખાર રાખી ગત તા.૨૬-૦૪-૨૦૨૪ ના સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદી મોરબી નવા બસસ્ટેન્ડે ગયેલ હોય ત્યારે આરોપી દિવ્યેશ તથા વિશાલએ ફરીયાદીને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી આરોપી દિવ્યેશએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દશરથભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૫૦૬(૨),૧૧૪ તથા ધી મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.