મોરબીના અમરેલી ગામ નજીક લાગેલ આગ પર ફાયર વિભાગની ટીમે કાબુ મેળવ્યો
મોરબી: મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક બાવળમા લાગેલ આગ પર મોરબી ફાયર વિભાગની ટીમ કાબુ મેળવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામ નજીક બપોરના બાવળમા કોઈ કારણસર આગ લાગી હતી આ ઘટના અંગે મોરબી ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ આગ પર પાણી મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદનશીબે કોઈ જાનહાનિ થવા પામી નથી.