મોરબીના લખધીરપુર ગામે પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
મોરબી: મોરબી તાલુકાના લખધીરપુર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર ગામે રહેતા રવિનાબેન રાહુલભાઈ બારૈયા ઉ.વ.૨૧ વાળા ગત તા.૨૬-૦૪-૨૦૨૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતાં રવિનાબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.