મોરબી: જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત “ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન” – ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી કરવામાં આવી છે.
જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ મેઇન દ્વારા આયોજિત “ગુજરાત શિક્ષક ગૌરવ સન્માન” – ૨૦૨૪ બનાવેલ ગૂગલ ફોર્મમાથી કુલ ૧૪૮ શિક્ષકોમાંથી પસંદગી સમિતિના સભ્યો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરતાં શિક્ષકોની પસંદગી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના સભારવાડી પ્રાથમિક શિક્ષક વિજયભાઈ દલસાણીયાની પસંદગી થતાં કલોલ ખાતે તા. ૧૨/૦૫/૨૦૨૪ ના રોજ આયોજિત કાર્યક્રમમાં શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
વિજય દલસાણીયા હાલ જ શ્રી સભારાવાડી પ્રાથમિક શાળાનું રિનોવેશન કરી શાળા નંદનવન જેવી બનાવી છે. શિક્ષણ ક્ષેત્રે તેમણે અનેક પ્રકારની કામગીરી કરી છે. રિસેસમા 900 જેટલી પ્રવૃત્તિઓની સાથે લેખ પ્રકાશિત કરવા, તજજ્ઞ તરીકે, સંશોધન કરવા,ઈનોવેશન કરવા, શાળામાં નવીનતમ પ્રવૃત્તિઓ કરવી જેવી અનેક પ્રકારની કામગીરી નિષ્ઠા સાથે કરી રહ્યા છે.
વિજયભાઈને અત્યાર સુધી 12એવોર્ડ આને 53 જેટલા સન્માન મળ્યાં છે.આ સન્માન મળતા મોરબી જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે.
કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા આવતીકાલે ઉત્તરાયણ માં પતંગ ની દોરી થી ઘાયલ થતાં અબોલ પક્ષીઓ ને તાત્કાલિક સારવાર મળી રહે એવા હેતુ થી તેમનો હેલ્પલાઇન નંબર જાહેર કરવા માં આવ્યો છે તથા સંસ્થા દ્વારા મોરબી ના મુખ્ય જગ્યોઓ ઉપર 20 પક્ષી કલેક્શન સેન્ટર ઊભા કરવા માં આવ્યા છે....
વાંકાનેર: ઢુવા ચોકડી પાસે રોડ પર કાર વડે જોખમી સ્ટંટ કરતા ઈસમને ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા હોય તે દરમ્યાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાંથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના...