ટંકારા: રાધા લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રા.લિ.ની લેબર ઓરડીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત
ટંકારા: ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ રાધા લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રાઈવેટ લિમિટેડ લેબર ઓરડીમાં કુટુંબીક ટેન્શનના કારણે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારાના લખધીરગઢ રોડ પર આવેલ રાધા લક્ષ્મી સ્પીન ટેક્ષ પ્રાઈવેટ લિમિટેડ લેબર ઓરડીમાં રહેતા સંતાષ સિતારામ ગોસ્વામી ઉ.વ.૩૦ વાળો સવારના સમયે પોતાની ઓરડીમાં એકલો હતો તે દરમ્યાન કુટુંબીક ટેન્શનના કારણે આવેશમાં આવી જઈ પોતાની જાતે છતમાં લાગેલ પંખા ગમછા વડે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.