હળવદમાંથી વર્લી ભક્ત ઝડપાયો
હળવદ: હળવદના જંગરીવાસના નાકા પાસે વર્લી ફિચર્સના આંકડા લખી જુગાર રમી રમાડતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદના જંગરીવાસના નાકા પાસે વર્લી ફિચર્સના આંકડા લખી જુગાર રમી રમાડતો એક ઈસમ તોફીક ગુલામ હુશેન ભટ્ટી (ઉ.વ.૩૩) રહે. જંગરીવાસમા હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૨૦૦ ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.