ભાજપના ભુપત ભાયાણી વિરુદ્ધ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી
મોરબી: ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી નામના આગેવાને રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.
મળતી માહિતી મુજબ લોક્સભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા ભાન ભુલીને સતાના મદમાં ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર અને અશોભનીય કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની શાહી હજુ શુકાય નથી. ત્યાં ભાજપના વિસાવદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સતાના મદમાં આવીને ત્યાંના ભુપતભાઈ ભાયાણી નામના આગેવાન દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા વિરૂધ્ધ અશોભનીય કહી શકાય તેવી ટીપ્પણી કરવામાં આવેલ છે. જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા દ્વારા ભાજપના આગેવાન સામે ચુંટણીપંચ દ્વારા કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી છે.