રાજકોટ : DADA ORGANIC LTD દ્વારા તારીખ ૧૨/૦૪/ ૨૦૨૪ ના રોજ પગભર નો જે ઉદેશ્ય છે મહિલા સ્વાસ્થ્ય અને આત્મનિર્ભર મહિલા બંને તેની પગભર સફળતાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કાર્યક્રમની શરુઆતમાં સૌ પ્રથમ તમામ આવેલ પગભર સભ્યનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓને પગભર વિષેના પ્રશ્નોતરી શ્રદ્ધા પંડ્યા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ જેઓની નીચે 20 સભ્યો હતા મેઘા બેન વ્યાસ અને દીપાવલી પગાનીને સન્માનિત કરવામાં આવ્યા તેઓને સિલ્વર પીન આપી હતી.
આ કાર્યક્રમમાં પગભર સભ્યોને ઉત્સાહ વર્ધન કરવામાં માટે જીગરભાઈ પંડયા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું જેમાં સભ્યોને મોટીવેશન માટેની ઘણી પ્રવૃત્તિ કરાવવામાં આવી અને ત્યાર બાદ કંપનીના CMD દિનેશભાઈ પંડ્યા દ્વારા પગભરના બિઝનેસ વિષે તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી.
આ કાર્યક્રમનું સંચાલન મહેક પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું અને ટીમ પગભરએ કાર્યક્રમને સફળ બનાવવામાં ખુબ જહેમત ઉઠાવી હતી ટીમ પગભર સાથે જોડાવવા માટે પગભર સંપર્ક નંબર ૯૯૦૯૪૮૭૮૮૭ પર સંપર્ક કરવો.
મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બાકડા ઉપર કોઈ કારણસર યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (ઉ.વ.૪૦) નામના યુવકનું મોરબીના સામાકાંઠે આવેલ કેશરબાગમા બગીચાના બાકડા ઉપર કોઈ કારણસર મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી...
મોરબીના વજેપરમા મોમાઈ ડેરી પાછળ ધનજીભાઈ પરમારના પડતર મકાનમાંથી વિદેશી દારૂની આઠ બોટલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...
માળીયા તાલુકાના જુની ખીર ગામે રહેતા આધેડના મામાને અગાઉ આરોપીના ભાણેજ સાથે માથાકુટ થયેલ હોય તેનું મનદુઃખ રાખી આરોપીઓ અર્ટીકા કારમા આવી અણીયાળી ટોલનાકાના પહેલા આધેડ તથા સાહેદોને ગાળો બોલી આધેડને ધાર્યા વડે તથા ધોકા વડે મારમારી ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના જુની ખીરઈ...