Thursday, December 26, 2024

મોરબીમાં બળીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી.

મોરબીના મુનનગર ચોકથી આગળ આવેલ ન્યૂચંદ્રેશ સોસાયટીમાં આવેલ બળિયા હનુમાન મંદિર ખાતે આજે પવનપુત્ર બજરંગબલીના જન્મોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. ભગવાન રામના પરમ ભક્ત તથા શિવજીના રુદ્રાવતાર અને પવન પુત્ર ભગવાન બજરંગ બલીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીને વિશૅષ શણગાર કરવામાં આવ્યો હતો સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને હનુમાન મંદિરોમાં વિશેષપૂજા અરચના કરાઈ હતી. સવારમાં હનુમાનજીની મૂર્તિને તિલક કરી વાઘા બદલવામાં આવી હતા અને ત્યારબાદ ભક્તોએ દર્શન કર્યા હતા. જ્યારે બપોરના બળિયા હનુમાનજી મંદિર ખાતે પ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે અને બપોરબાદ શોભાયાત્રાનુ આયોજન કરેલ છે તેમજ સાંજના ભજન, કીર્તનનુ પણ આયોજન કરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર