મોરબી: મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લામાં આવેલા આહીર સમાજનાં ગામોમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે 1 એપ્રિલ 2024 રોજ સામાન્ય જ્ઞાન કસોટીનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 425 જેટલાં વિદ્યાર્થીઓએ કસોટીમાં ભાગ લીધો હતો. જેમાંથી 22 વિદ્યાર્થીઓએ પ્રથમ, 23 વિદ્યાર્થીઓએ દ્વિતીય અને 18 વિદ્યાર્થીઓએ તૃતીય એમ કુલ 63 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યા.જેઓને પ્રોત્સાહન રૂપે દાતા તરીકે પ્રો. ડૉ.રામભાઈ વારોતરીયા દ્વારા ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મયુરભાઈ ગજીયા તેમજ સમગ્ર કારોબારી સભ્યો અને કર્મચારી મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મોરબી મહાસંઘની જિલ્લા કારોબારીમાં મારી શાળા મારૂં તીર્થ અને વિકસિત ભારતના પ્રારંભમાં શિક્ષકોની ભૂમિકા એમ બે પ્રસ્તાવ પારીત કરાયા
મોરબી: રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં સમાજ ઔર શિક્ષક કે હિત મેં સમાજના ધ્યેય સૂત્ર સાથે રાષ્ટ્રહિતમાં કાર્ય કરતું સંગઠન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રાષ્ટ્ર...
મોરબીના રાજપર ગામ કોઈ કારણસર ઝેરી પી જતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના રાજપર ગામે રહેતા ઉષાબેન ભવરસિંગ પરમાર (ઉ.વ.૨૨) નામની પરણીતા કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવારમા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલ હોય જેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું...
ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજકવાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારાના જુના હડમતીયા રોડ પર દેવીપૂજક વાસના ઢોળા પાછળ બાવળની કાંટમા ખુલ્લામાં જુગાર રમતા ત્રણ ઈસમો પ્રવીણભાઇ ઉર્ફે કન્યો વેલજીભાઇ...