શ્રી રામજી મંદિરના લાભાર્થે આયોજીત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓનું અવિરત સેવા બદલ સન્માન
ગોકુળ ના બાલા હનુમાન વેલનાથ ધુન મંડળ દ્વારા શ્રી રામજી મંદિરનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરૂ આયોજન પ.પૂ. રતનેશ્વરીદેવીજી (રામધન આશ્રમ-મોરબી) ના વ્યાસાસને કરવામાં આવ્યુ છે ત્યારે સપ્તાહમાં મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓની અવિરત માનવસેવા બદલ તેઓને સન્માનિત કરવા માં આવ્યા હતા. મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનીલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓનું શાલ તેમજ સન્માન પત્ર અર્પણ કરી સપ્તાહ ના આયોજક સુરેશભાઈ શિહોરીયા, હરીભાઈ રાતડીયા સહીતના દ્વારા સન્માન કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત મોરબી શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા વ્યાસપીઠ પર બિરાજમાન પ.પૂ.રતનેશ્વરી દેવીજી (રામધન આશ્રમ-મોરબી) ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
ગેરકાયદસર દબાણમાં ફંગશન કરી વિદ્યાર્થીનું કૌષ્યલ વધારશે ?
થોડા મહિનાઓ પહેલાં ચક્રવાત ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જેનો રેલો આવતાં વિનય ઈન્ટરનેશનલ સ્કૂલમાં બુલ્ડોઝર ફર્યું હતું
વિનય સ્કૂલ ના ભાગીદારો દ્વારા બાજુમાં આવેલ ખેડૂત ની માલિકી ની જમીન માં ગેરકાયદેસર દાદાગીરી થી કબ્જો કરી બાંધકામ કરી ગુંડાગર્દી કરી હતી...
માળીયા (મીં)ના ખાખરેચી રોડ ઉપર બાઈક પર સ્ટંટ કરતા શખ્સને શોધી કાઢી માળીયા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટર સાઈકલ રોડ ઉપર સ્ટંટ કરી ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ હોય જે વાયરલ થયેલ વિડીયોમાં દેખાતા ઈશમની તપાસ કરતા તે દરમ્યાન વિડીયોમાં દેખાત ઈસમ...