મોરબી: રૂપાલાની રેલીમાં ચાપતા બંદોબસ્ત સાથે પોલીસ જવાનો ખડેપગે
મોરબી: મોરબીમાં આજે પરષોત્તમ રૂપાલાનો પ્રવાસ છે દરમ્યાન તે શહેરના મુખ્ય માર્ગો પર રેલી કરી સભા યોજાશે જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રેલીમાં મોટો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન બેટી વિશે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો તે બાદ ક્ષત્રિય સમાજમાં રૂપાલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો ત્યારે ગત રાત્રે મોરબીમાં રૂપાલાના પોસ્ટ તોડી નાખવામાં આવ્યા હતા તેમજ વહેલી સવારે ભક્તિનગર સર્કલ પાસે પણ બે જેટલા બેનરો તોડી નાખવામાં આવ્યા હતા અને ઉમીયા સર્કલ આસપાસ વિસ્તારમાં અનેક બેનરો પર કાળી શાહી લગાવી દેવાની ઘટના સામે આવી હતી તેને ધ્યાનમાં રાખીને પોલીસનો ચાંપતો બંદોબસ્ત રેલીમાં ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે કે આજે સાંજના મોરબી પ્રવાસે આવી રહેલ રૂપાલા દ્વારા મોરબી શહેરના પ્રવાસ દરમિયાન એક મહા રેલી યોજાવાની છે જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી સભા યોજાશે જેમાં કોઈ અનિચ્છનિય બનાવ ન તે માટે રાજકોટ રેન્જમાથી તમામ સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે જેમાં ૧ એસપી, ૬ ડીવાયએસપી, ૧૦ પી આઇ અને ૪૦૦ જેટલા પોલીસ જવાનો ખડેપગે રહી રેલી તેમજ સભા દરમિયાન બાઝ નજર રાખશે.