મોરબી: મોરબીમાં અસહ ગરમી અને બફારા વચ્ચે અચાનક જ વાતાવરણમા પલટો આવતાં સો-ઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું.
રાજ્યમાં હવામાન વિભાગે આગામી સમયમાં બે દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી હતી ત્યારે આજે મોરબીમાં અસહ ગરમી અને બફારા વચ્ચે વાતવરણમાં પલટો આવ્યો હતો. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મોરબી સો- ઓરડી વિસ્તારમાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું. તેમજ હળવદમાં પણ વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે ઉનાળુ વાવેતર જે ખેડૂતોએ તલ, મગ વગેરે જેવું ઉનાળુ પીયત કરેલ છે તેમને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે જેથી ખેડૂતોની ચિંતા વધી છે.
મોરબી ખાતે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધી સમાજ દ્વારા લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા તા. ૧૫ ને શુક્રવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવન...
ટંકારા: ચારે વેદોનું જ્ઞાન ધરાવનાર અને તેનુ ગુજરાતીમાં અનુવાદ કરનારા એવા ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું દુઃખદ અવસાન થયું છે. જેના કારણે સમગ્ર પંથકમા ભારે શોક છવાઈ ગયો છે. આજે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતિમયાત્રા નીકળશે.
દયાળમુનીનો જન્મ ટંકારામા 28 ડિસેમ્બર 1934ના થયો હતો. દયાળજી માવજીભાઈ પરમારનું 89 વર્ષની વયે...
મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા દાતાઓના સન્માન સાથે લોક સાહિત્યનો કાર્યક્રમ યોજાયો
મોરબી કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાની અસીમ કૃપાથી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ.1977 માં કરવામાં આવેલી. જેમાં આ સંસ્થાના સ્થાપક આર્ય પુરુષો અને સમાજના અન્ય શ્રેષ્ઠીઓના સહયોગથી કન્યા કેળવણી શરૂ કરવામાં આવેલ હતી....