મોરબીમાં હલકી ગુણવત્તાનં ઘી વેચાતું હોવાની ફરિયાદને પગલે આજે મોરબી ફૂડ વિભાગની ટીમે નહેરૂ ગેઇટ નજીક આવેલ બે પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા આજે નહેરુ ગેઇટ મેઈન બજારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી એમ બે પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા અને બાકી વધેલા કુલ ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે નમુના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે અને પરિણામ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે
હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં પોતાના ઘરે પાણીના ટાંકામાં ડુબી જતાં માસુમ બાળકીનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદના રાણેકપર રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા દક્ષિતાબેન મુકેશભાઈ ઉધરેજા (ઉ.વ.૦૩) નામની બાળકી પોતાના ઘરે આવેલ પાણીના ટાંકામાં ડુબી બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ...
મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા વૃદ્ધનું કોઈ બીમારીના કારણે મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અમ્રુત્તલાલ બેચરભાઇ ગોપાણી ઉ.વ.૬૫વાળાને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પીટલ ખાતે બીમારી સબબ દાખલ કરતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ...
ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રોડ પર કાર એ રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પતરાના ડીવાઈડરમા ઘુસી ગય હોય જેથી રીક્ષા ચાલકને તથા અંદર બેઠેલ પેસેન્જરને ઈજા કરી કાર ચાલક નાસી ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા રણજીતભાઈ ગણેશભાઈ ડાભી (ઉ.વ.૩૭)...