Friday, November 22, 2024

Punjab Budget 2021 : જાણો બજેટમાં ક્યાં ક્ષેત્રમાં કેટલા નાણાં ફાળવવામાં આવ્યા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

પંજાબના નાણાં પ્રધાન મનપ્રીત બાદલે 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનપ્રીતે ચૂંટણીનું બજેટ રજૂ કર્યું છે. રાજ્યના 2021-22માં પંજાબ વિધાનસભામાં ઘણી મોટી જાહેરાતો કરી છે. આ વખતે બજેટ 168015 કરોડ રૂપિયા છે. બજેટમાં ખેડૂતો માટે નવી યોજના ‘કામયાબ કિસાન ખુશાલ-પંજાબ’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના માટે રૂપિયા 3780 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષે આ યોજના માટે 1104 કરોડ રાખવામાં આવ્યા છે. બજેટમાં કર્મચારીઓ માટે મોટી ઘોષણાઓ પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે નવા પગાર આયાતનો અહેવાલ 31 જુલાઇ પહેલા લાગુ થશે. પંજાબમાં પ્રાથમિક સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત બસ મુસાફરી મળશે. મહિલાઓને મફત મુસાફરીની સુવિધા પણ મળશે. આ માટે 170 કરોડ ફાળવવામાં આવ્યા છે. મનપ્રીત સિંહ બાદલે કહ્યું કે 31 માર્ચ સુધીમાં પંજાબનું દેવું 2,52,880 કરોડ થવાનો અંદાજ છે. 2021-22માં વધીને 2,73,703 કરોડ રૂપિયા થશે. ખેડુતોની લોન માફી માટે બજેટમાં 10,186 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના વૃદ્ધો માટેની પેન્શન બમણી થઈ હતી. પહેલાં, દર મહિને 750 રૂપિયા મળતા હતા અને હવે તેમને દર મહિને 1500 રૂપિયા મળશે. મહિલાઓની સગુન યોજના હેઠળ મળતી રકમ 51 હજાર રૂપિયા કરવામાં આવી. અગાઉ આ રકમ 21 હજાર રૂપિયા હતી. દર મહિને પંજાબી, હિન્દી અને ઉર્દૂના લેખકો અને કવિઓને 15 હજાર રૂપિયા પેન્શન મળશે. નાણાં પ્રધાન મનપ્રીતસિંહ બાદલે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે મુસ્લિમ સમુદાય અને ખ્રિસ્તી સમુદાય માટે કબ્રસ્તાનના નિર્માણ માટે પાંચ લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. આ માટે બજેટમાં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બજેટમાં આરોગ્ય સેવાઓ માટે રૂ. 3822 કરોડની જોગવાઈ છે. નાણામંત્રીએ શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધા માટે 719.82 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જે ગયા વર્ષ કરતા 68 કરોડ વધુ છે. મનરેગા માટે 400 કરોડ. 50 કરોડના ખર્ચે છ મહિલા વર્કિંગ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ વખતે બજેટ 168015 કરોડ રૂપિયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર