વાંકાનેરમાં યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો
વાંકાનેર: વાંકાનેર જકાતનાકા જીનપરા પાસે પેટ્રોલપંપ સર્વિસ રોડ ઉપર અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવકને બે શખ્સોએ ગાળો આપી છરી વડે ઈજા કરી પહોંચાડી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા વિભાભાઈ ઉર્ફે બાબુભાઈ સરૈયા (ઉ.વ.૨૫) એ આરોપી સાહીલ હુશેનભાઇ પીપરવાડીયા તથા ફૈઝલ હુશેનભાઇ પીપરવાડીયા રહે. બંને જીનપરા વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી તથા આરોપીઓને અગાઉ ઇકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપી સાહિલે છરી વતી માથામાં પાછળના ભાગે તથા આરોપી ફૈઝલએ છરી વતી જમણા પડઘાના ભાગે ઘા મારી સામાન્ય ઇજા કરી હતી. જેથી ભોગ બનનાર વિભાભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.