માળીયા – કચ્છ નેશનલ હાઇવે રોડ પર ડમ્પરે બાઇકને હડફેટે લેતા ચાર ઈજાગ્રસ્ત; એક બાળકીનું મોત
માળીયા (મી): માળિયા – કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામના રેલ્વે ઓવર બ્રીજ ઉતરતા રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઇકમાં સવાર ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે એક માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણાના ભોળીવાંઢ વિસ્તાર કાજરડા રોડ પર રહેતા નીઝામભાઈ સાઉદીનભાઈ મોવર (ઉ.વ.૩૨) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર -જી.જે.-૧૨- બી.વી.-૦૧૪૨ ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૪-૨૦૨૪ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં આરોપી એ પોતાના હવાલાવાળુ ડમ્ફર રજી.નં. જી.જે.-૧૨-બી.વી.-૦૧ વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચાલાવી આગળ જતા ફરીયાદીના સ્પેલ્ડર પ્લસ મોટરસાયકલ નં. જી.જે.-૩૬-એ.કે-૫૫૯૨ વાળામા પાછળથી ભડકાડતા મોટરસાયકલ નીચે પડી જતા ફરીયાદીને તથા સાથી નાજીયાને સામાન્ય ઇજા કરી તેમજ નસીમબેનને માથામા તેમજ ડાબા હાથમા ઇજા કરી તેમજ ડાબા પગની ટચલી આંગળીમા ફેકચર જેવી ઇજા કરી તેમજ અજરૂદીનને ડાબા હાથમા કોણીના ભાગે ઇજા કરી હતી અને નઝમાબાનુ નીઝામભાઇ મોવર ઉ.વ.૦૭ ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નઝમાબાનુનુ નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે નીઝામભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.