રાજ્યના 13 હજાર જેટલા મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધારવા 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે
વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે.
ગણતરીના દિવસોમાં જ દેશભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજ્યના 13 હજાર કરતાં વધુ મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પુરૂષો અને મહિલાઓના મતદાનની ટકાવારીનો તફાવત 10 ટકા કરતાં વધુ હોય તેવા અને કુલ મતદાન 50 ટકા કરતાં ઓછું હોય તેવા લગભગ 13 હજાર મતદાન મથકોની ઓળખ કરવામાં આવી છે. આ મતદાન મથકો પર મતદાનનું પ્રમાણ વધે તે માટે ગ્રામ્ય કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારીઓ અને શહેર કક્ષાએ નાયબ મ્યુનિસિપલ કમિશનર્સની, ટર્નઆઉટ ઈમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP)ના નોડલ ઑફિસર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
રાજ્યના આવા ઓળખ કરાયેલા લગભગ 13 હજાર મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજ્યભરમાં સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી કુલ 20.3 લાખ કરતાં વધુ આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવશે. આ આમંત્રણ પત્રિકા થકી મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા મહિલા મતદારોને દૈનિક કામગીરીની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢી સહપરિવાર મતદાન કરવા તથા અન્યોને પણ મતદાન માટે પ્રેરણા આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઓછા મતદાનના કારણો અંગે ચર્ચા કરવા તેમજ મહત્તમ નાગરિકો મતદાન કરે તે માટેના પ્રયાસો કરવા તમામ મતદાન મથકો પર ચુનાવ પાઠશાલાનું આયોજન કરવા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. ચુનાવ પાઠશાલા અંતર્ગત આશા વર્કર, આંગણવાડી કાર્યકર, બુથ લેવલ ઑફિસર, શાળાના આચાર્ય, તલાટી, ગ્રામ સેવક, ગામના બિનરાજકીય સામાજિક આગેવાન અને સ્વસહાય જૂથના સભ્યો દ્વારા શેરી બેઠકો યોજવામાં આવે છે. ચુનાવ પાઠશાલા અંતર્ગત યોજાનાર આ બેઠકોમાં ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાનના આંકડા બાબતે તથા મહિલાઓના ઓછા મતદાનના કારણોની ચર્ચા કરી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે સપરિવાર મતદાનનો સંકલ્પ ગ્રહણ કરાવવામાં આવશે.
રોડના નવીનીકરણ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રવેશ પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પડાયું; વૈકલ્પિક માર્ગ માટે વ્યવસ્થા કરાઈ
મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી....
મોરબી: શિયાળાનો પગરવ શરૂ થઈ ગયો છે, ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ પ્રાર્થના મંદિર દ્વારા શુધ્ધ ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા નુ સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ આવતીકાલ તા.૧૯-૧૧-૨૦૨૪ બપોરે ૩ વાગ્યા થી શરૂ કરવામા આવશે.
જેથી...
સરકાર દ્વારા પાવરગ્રીડ ખાવડા ||-બી ટ્રાન્સમિશન લી. ને ૭૯૫ કે.વી. લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈન મોરબી જીલ્લાના માળીયા તથા હળવદ તાલુકામાંથી પસાર થાય છે. જેમાં ખેડુતોને કોઈ પણ પ્રકારનું વળતર ચુકવ્યા વિના બળજબરી પૂર્વક તથા ખેડુતોને સાંભળ્યા વિના કામ કરવામાં આવી રહ્યું છે. જે લાઇનનું કામ તાત્કાલિક ધોરણે અટકાવવા મોરબી જિલ્લા...