Tuesday, November 19, 2024

મોરબી ના ડો.કુસુમબેન દોશી પરિવાર દ્વારા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને સેવાકાર્ય માટે અન્નપૂર્ણા રથ અર્પણ કરવા માં આવ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હિરેનભાઈ દોશી, ઉપેન્દ્રભાઈ કાથરાણી, લલીતભાઈ ચંદારાણા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં સેવાકાર્ય માં સહયોગ અર્પણ કરતો મોરબી નો દોશી પરિવાર.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ના માધ્યમથી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. જે સેવાકાર્ય ને વિસ્તૃત બનાવવા તેમજ શહેર ના દરેક જરૂરીયાતમંદ લોકો સુધી ભરપેટ ભોજન પહોંચાડી શકાય તે હેતુસર મોરબી ના ડો. કુસુમબેન એ. દોશી પરિવાર દ્વારા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને અન્નપૂર્ણા રથ અર્પણ કરવા માં આવ્યો છે.મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત રાબેતા મુજબ ચાલુ જ રહેશે, તે ઉપરાંત અન્નપૂર્ણા રથ ના માધ્યમથી દરરોજ ઝુંપડપટ્ટી વિસ્તાર તેમજ જરૂરીયાતમંદો ને ભરપેટ ભોજન પ્રસાદ અર્પણ કરવા માં આવશે.

મોરબી ના ડો.કુસુમબેન એ.દોશી પરિવાર દ્વારા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ને અન્નપૂર્ણા રથ અર્પણ પ્રસંગે જૈન સમાજ અગ્રણી હીરેનભાઈ દોશી, લોહાણા સમાજ અગ્રણી ઉપેન્દ્રભાઈ કાથરાણી, લોહાણા સમાજ અગ્રણી લલીતભાઈ ચંદારાણા સહિત ના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના સેવાકાર્ય ની કદરરૂપે સંસ્થા ને અન્નપૂર્ણા રથ અર્પણ કરવા બદલ સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ કારીયા, પ્રતાપભાઈ ચગ, નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, સુનિલભાઈ પુજારા, અનિલભાઈ સોમૈયા, મનોજભાઈ ચંદારાણા, પપ્પુભાઈ ચંડીભમર, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, કિશોરભાઈ ઘેલાણી, સંજયભાઈ હિરાણી, અમિતભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, જયેશભાઈ ટોળીયા, પારસભાઈ ચગ, હિતેશભાઈ જાની, દિનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ દોશી પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, વૈકુંઠ રથ સેવા, અંતિમયાત્રા બસ, શબવાહિની સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ વ્યવસ્થા, મેડિકલ સાધનો ની સેવા, ફ્રિઝ શબ પેટી, મેડિકલ કેમ્પ, નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ, બ્લડ ડોનેશન, કુદરતી આફત સમયની સેવા સહીત ની વિવિધ સેવાઓ સર્વજ્ઞાતિય વિનામુલ્યે અવિરતપણે પ્રદાન કરવામાં આવે છે ત્યારે મોરબી ના ડો.કુસુમબેન એ.દોશી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ અન્નપૂર્ણા રથ નાં માધ્યમથી પૂ.જલારામબાપા ની કૃપાથી સેવાકાર્ય નો વ્યાપ વિસ્તારવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણીએ જણાવ્યુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર