મોરબી: મમુ દાઢી હત્યા કેસ ગુનાના વધુ એક આરોપીને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન
મોરબી: તા.૬ મોરબીના ચકચારી મમુ દાઢીના મર્ડર કેસમાં સંડોવાયેલી ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો. જે ગુનામાં જેલ હવાલે રહેલા વધુ એક આરોપીને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ મોરબીના નામચીન હનીફ ગુલામભાઈ કાસમાણી (મમુ દાઢી) સપ્ટેમ્બર-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન રાજકોટથી પરત આવતા હતા આરોપીઓએ અગાઉના ઝઘડાનો ખાર રાખી મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર રોકી પિસ્તોલ તથા અન્ય અગ્નિશસ્ત્ર હથિયાર તેમજ લોખંડના પાઈપ, ધોકા ધારણ કરી ગાડી પર આડે ધડ ફાયરીંગ કરી હનીફ ગુલામભાઈ કાસમાણી (મમુ દાઢી) મોત નિપજાવી અને અન્ય સાહેદને ગંભીર ઈજા પહોંચાડવા સબબની ફરીયાદ મૃતકના પુત્ર મકબુલ મહમદહનીફ કાસમાણીએ મોરબી સીટીસ્ત્રસ્ત્ર એ નસ્ત્ર ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરીયાદના અનુસંધાને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતો. આરીફ મીર ગેંગના સભ્યો ગુનાહિત પ્રવૃતિઓ આચરતા હોવાથી તપાસનીશ અધિકારી ધ્વારા ગુજસીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તપાસનીશ અધિકારી ધ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા સ્પેશ્યલ અદાલતમાં ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ આરોપી હુશૈનશા ઉર્ફે હક્કો આમદશા શાહમદાર (ફકીર) દ્વારા હાઈકોર્ટેમાં જામીન મુક્ત થવા અરજી કરવામાં આવી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષોની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ હાઈકોટના ન્યાયાધીશ ડી.એ.જોષીએ આરોપીને જામીન મુક્ત કરવામાં હુકમ કર્યો છે.. આ કેસમાં આરોપીઓ વતી અમદાવાદના એડવોકેટ કૃણાલ શાહી તેમજ રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, મનીષ ગુરૂંગ, નિશાંત જોષી અને અભીજીતસિંહ પરમાર રોકાયા હતા.