માળીયાના હરીપર ગામે મંદિરના 42 હજારના લોખંડના પાઇપની ચોરી
માળીયા (મી): માળિયા તાલુકાના હરીપર ગામમાં જામસરની સીમમાં આવેલ રાજબાઈ માતાજીના મંદિરમાં જાત્રાળુના સેડ બનાવવા દાનમાં મળેલ રૂ.૪૨૦૦૦ હજારના લોખંડના પાઇપ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના હરીપર ગામે રહેતા દેવજીભાઈ જીવાભાઈ ડાંગર (ઉ.વ.૭૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૪- ૨૦૨૪ ના રાત્રીના દસેક વાગ્યાથી તા. ૦૨-૦૪- ૨૦૨૪ દરમ્યાન કોઈપણ વખતે અજાણયા ચોર ઈસમે ફરીયાદીના ગામની સીમમા આવેલ રાજબાઈ માતાજીના મંદીરમા જાત્રાળુ માટે સેડ બનાવવા દાનમા મળેલ લોખંડની ગોળ પાઈપ નંગ-૧૨ જે એક પાઈપની કિ.રૂ.૧૫૦૦/- લેખે કિ.રૂ.૧૮૦૦૦/- તેમજ લોખંડની ચોરસ પાઈપો નંગ-૨૪ જે એક પાઈપની કિ.રૂ.૧૦૦૦/- લેખે કિ.રૂ.૨૪૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪૨,૦૦૦/- ની લોખંડની પાઈપોની ખુલ્લી જગ્યામાથી કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. જેથી આ બનાવ અંગે દેવાભાઈએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.