Friday, November 22, 2024

એર ઇન્ડિયા ખરીદવાની દોડમાં જાણો કઈ ખાનગી કંપની છે આગળ ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સરકાર દ્વારા સંચાલિત એરલાઇન્સ એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ફક્ત ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના નામ જ બાકી છે. બાકી બોલીઓ નામંજૂર કરવામાં આવી છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) ના સ્તરે અનેક બોલીઓ મળી હતી. મૂલ્યાંકન પછી આમાંથી મોટાભાગની બોલીઓને નકારી કાઢવામાં આવી હતી. બોલીદારોના પ્રતિસાદથી સરકાર સંતુષ્ટ થાય ત્યારબાદ લાયક બોલીદારોને જાણ કરવામાં આવશે. દીપમના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ તાજેતરમાં કહ્યું હતું કે એર ઈન્ડિયામાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે અનેક ઇઓઆઈ પ્રાપ્ત થઈ છે. પાત્રતા અને અન્ય પરિમાણોની તપાસ કર્યા પછી આનો નિર્ણય લેવામાં આવશે. એર ઇન્ડિયામાં ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને બે તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કામાં, રસ ધરાવતા બોલીધારકો પાસેથી ઇઓઆઈ મંગાવવામાં આવ્યા છે. બીજા તબક્કામાં, રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) તેમજ બોલી લગાવવાની પ્રક્રિયા પારદર્શક રીતે આગળ વધશે. એર ઇન્ડિયાના 209 કર્મચારીઓના જૂથે પણ બિડ લગાવી હતી. ડનલોપ અને ફાલ્કન ટાયરના એસ્સાર અને પવન રાઇયાંએ પણ એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી. એર ઇન્ડિયા ગત વર્ષ 7 મેથી ચાલુ વર્ષ 28 ફેબ્રુઆરી દરમિયાન કોરોના રોગચાળા દરમિયાન 18,000 થી વધુ ફ્લાઇટ્સ સંચાલિત કરીને 55 દેશો અને 75 સ્થળોથી આશરે 25 લાખ લોકોને તેમના ઘરોમાં લાવવામાં સક્ષમ છે. આ સિવાય કંપનીએ કોવિડ -19 સામે વિશ્વની સૌથી મોટી રસી ડ્રાઇવમાં પણ મોટો ભાગ ભજવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, તેના વિમાનને સરસ રીતે સજ્જ કરવું, ફ્લાઇટ દરમિયાન સ્વાદિષ્ટ ભારતીય ભોજન ,તેને બાકીની હરીફાઈવળી એરલાઇન્સથી અલગ બનાવે છે. એર ઈન્ડિયાની ફ્લાઇટ્સની મદદથી, ઉત્તરપૂર્વ, લદાખ, આંદામાન અને નિકોબાર આઇલેન્ડના દૂરના વિસ્તારોને આર્થિક તેમ સામાજિક ધારા સાથે જોડવામાં આવી રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર