મોરબીના જસમતગઢ ગામે રોડના ડીવાઈડર પરથી પડી જતા આધેડનું મોત
મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે નવા બનતા રોડ ઉપર ચાલતા ચાલતા રોડના ડીવાઈડર ઉપરથી પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હફીશભાઇ ગુટેમેમ્બર પઠાણ ઉ.વ ૪૫ રહે-હાલ જસમતગઢ ગામ ની સીમ સેન્વીસ સીરામીક લેબર કવાટરમા તા.જી મોરબી મુળ રહે મો ગામ તા-ગોત જી-ભીડ (એમ.પી) વાળા ગઇ તા-૨૬/ ૦૩/૨૦૨૪ ના રોજ કોઇપણ વખતે રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા ત્યારે નવા બનતા રોડ ના ડીવાઇડર ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.