માળીયામાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી
માળીયા (મી): માળિયા નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં પતિના માનસિક ત્રાસથી કંટાળી પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા નવા રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા સાહીદભાઈ ઇસ્માઇલભાઇ કટીયા (ઉ.વ.૩૦) એ આરોપી અસલમભાઇ હબીબભાઈ મોવર રહે. ધાંગધ્રા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કામદાર સંઘ પાસે તા. ધાંગધ્રાવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧-૦૩-૨૦૨૪ ના વહેલી સવારના ચારેક વાગ્યા પહેલાં કોઈપણ વખતે ફરીયાદીની બહેન મુમતાજ ઉ.વ ૩૨ વાળી આરોપીની પત્ની થતી હોય અને આરોપી પતિ અવાર નવાર ઘરકામ બાબતે મેણાટોણા મારી તેમજ ખોટા શંક વહેમ રાખી અવાર નવાર ફોન ઉપર માનસીક ત્રાસ આપતા હોય જે મુમતાજ થી સહન ન થતા મરવા મજબુર કરતા મુમતાજ પોતાના માવતરના રહેણાંક મકાને પોતાની મેળે પંખા સાથે દુપટો બાંધી જાતેથી ગળે ફાસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અસલમભાઇએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૬,૪૯૮(ક) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.