વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા તહેવાર અનુસંધાને શહેરભરમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયું
આગામી હોળી તથા ધુળેટી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રવિવારના રોજ શહેર ભરના રાજમાર્ગો પર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર સીટી પીઆઇ એચ. વી. ઘેલા દ્વારા ટીમ બનાવી જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તથા ટ્રાફીક સમસ્યા નિવારવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
આ ફુટ પેટ્રોલીંગ દરમ્યાન શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા હોળી-ધુળેટી તહેવાર દરમ્યાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક – વાહન નિયમન સહિતની કામગીરી હાથ ધરી તહેવારોની ઉજવણી શાંતિમય રીતે પુર્ણ થાય તે દિશામાં પ્રયાસ કર્યા હતા.