રાજ્યમાં હીટવેવની આગાહી: પારો 42 ડિગ્રીએ પહોંચશે
રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆતની સાથે જ હીટવેવનો કહેર પણ શરૂ થઇ ગયો છે. જેના કારણે રાજ્યના મહત્તમ ભાગોમાં તાપમાનનો પારો ઊંચો થઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતીઓ અત્યારથી જ ગરમીથી તોબા પોકારવા લાગ્યા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ચાર દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 24થી લઇ 27 માર્ચ સુધી હીટવેવની અસર વર્તાશે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.