હળવદના માનસર ગામે નર્મદા કેનાલમાં ડુબી જતાં વાંકાનેરના યુવકનુ મોત
હળવદ: હળવદ તાલુકાના માનસર ગામની સીમમાં સાઈન કારખાનાની પાછળ નર્મદા કેનાલમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ નર્મદા કેનાલના સાયફનમાથી મળિ આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંદીપ કીર્તિકુમાર વ્યાસ ઉ.વ.૩૦ રહે.વાંકાનેર જીનપરા વિસ્તાર તા-વાંકાનેર જી. વાળો કોઈપણ કારણોસર પાણીમા ડુબી ગયેલ હોય જેનો મૃતદેહ માનસર ગામની સીમ સાઇન કારખાનાની પાછળ નર્મદા કેનાલના સાયફનમાથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.